તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:હળવદ હાઇવે પર ગેરેજમાં પડેલા 7 ટ્રકમાંથી 1.5 લાખના ડિઝલની ચોરી

હળવદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ હાઇવે પર ગેરેજમાં પડેલા 7 ટ્રકમાંથી 1.5 લાખના ડિઝલની ચોરી. - Divya Bhaskar
હળવદ હાઇવે પર ગેરેજમાં પડેલા 7 ટ્રકમાંથી 1.5 લાખના ડિઝલની ચોરી.

હળવદ હાઇવે પર આવેલા ગેરેજમાં પડેલી 7 ટ્રકમાંથી ડીઝલ ચોરી કરવાનો બનાવ બન્યો હતો. જેમાં તસ્કરો ગેરેજમાં પડેલી ટ્રકોમાંથી દોઢ લાખનું ડીઝલ ચોરી કરી ગયા હતા. આ બનાવમાં 3 શખસ સીસીટીવી કેમેરા ‌કેદ થયા હતા. આથી હળવદ પોલીસે કેમેરા ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે.

હળવદના રણજિતગઢ અને સુખપર મકાનોમા થયેલી ચોરી થયાની શાહી સુકાઈ નથી ત્યાં હળવદમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. હળવદમાં ધ્રાંગધ્રા માળિયા હાઈવે રોડ પર આવેલા ચેમ્પિયન ઓટો પાર્ટ ગેરેજમા રિપેરિંગ માટે 7 ટ્રક પડી હતી.

આ 7 ટ્રકમાથી રાત્રીના સમયે તસ્કરો ‌દોઢ લાખનું ડીઝલ ચોરી કરી ગયા છે. અને બીજી ટ્રક લઈને આવેલા શખસો ગેરેજે પડેલી ટ્રકમાથી ડિઝલની ચોરી કરી જેમાં 3 અજાણ્યા શખ્સોએ સીસીટીવી કેમેરા ‌કેદ થયા હતા. પોલીસે ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી હતી. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસે સીસીટીવી કબજે કરીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. ત્યારે ટ્રકમાલિકોએ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદના વિવિધ વિસ્તારમાં ચોરીના બનાવોમાં નિરંતર વધારો થયો છે અને પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...