કોરોના રસીકરણ:હળવદ તાલુકાના પાંડાતીરથ ગામમાં 100 ટકા વેક્સિનેશન

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદ શહેરમાં 75 ટકા, જ્યારે ગ્રામ્યમાં 64 ટકા વેક્સિનેશન થયું

હળવદમાં કોરોના સામે વેક્સિનેશનની કામગીરી શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી હળવદના શહેરમાં 75 ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 64 ટકા સાથે પાંડાતિરથ ગામમાં સો ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયું છે.

હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા પુરજોશમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તાર કરતા હળવદ શહેરમાં વેક્સિનેશનની કામગીરી વધુ થઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની વાત કરીએ તો આ ગામમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કર્યું છે.

પાંડાતીરથ ગ્રામ પંચાયતના સરપંચ ભાવનાબા ગુલાબજી અશ્વારએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 1276ની વસ્તી છે. અહીં દરેક સમાજ રહે છે. દરેક સમાજના અગ્રણીઓના સાથ સહકારથી અમારા ગામમાં વેક્સિનેશનની કામગીરી સો ટકા પૂર્ણ થઇ છે. આ કામગીરીમાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રી મહિપતસિંહ જાદવ, આંગણવાડી સંચાલક જાગુબેન સાધુ, આશાવર્કર જોશનાબેન સહિતનાઓનો પણ સારો એવો સહયોગ મળ્યો છે. જેથી અમારું ગામ સો ટકા વેક્સિનેશન થયું છે.

અન્ય સમાચારો પણ છે...