શુભારંભ:હળવદમાં લીમડાવાળા દશામાના મંદિરે 10 દિવસીય લોકમેળાનો થયો શુભારંભ

હળવદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા રોડ પરના વિનોબા ગ્રાઉન્ડમાં મેળો ખુલ્લો મુકાયો

હળવદમાં ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા લીમડાવાળા દશામા મંદિરે શ્રાવણ માસને લઇને ગુરૂવારથી દશામાના મંદિરે બાજુ વિનોબા ગ્રાઉન્ડમાં 10 દિવસ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીમાં લોકમેળા બંધ રહ્યા હતા. ત્યારે આ વર્ષે સરકારે લોકમેળાની મંજૂરી આપતા હળવદમાં ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા વર્ષો પુરાણો લીમડાવાળા દશામાના મંદિર બાજુમાં આવેલા વિનોબા ક્રિકેટ ગ્રાઉન્ડમા ખાતે ગુરૂવારથી પ્રથમ દિવસે લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દશામાંના મંદિરે રંગબેરંગી ધજા પતાકા તેમજ દશામાની મૂર્તિને સુશોભિત કરીને દશામાના નવ દિવસના વ્રતની ઉજવણીના ભાગરૂપે તળાવમાં તૈયારી કરાઇ હતી. જ્યારે 10 સુધી ચાલનારા મેળાને લઇને આયોજકો દ્વારા બાળકો માટેના મનગમતા મનોરંજનના રમત ગમતના સાધનો ચકડોળ, જાદુગર, મોતના કુવા, બ્રેક ડાન્સ, જુદી જુદી રાઈડ્સ લોકમેળામાં નાખવામાં આવી છે, તેમજ ખાણીપીણી, રમકડા સહિતના સ્ટોલ્સ મેળામાં નાખવામાં આવશે એને લઈને મેળાના મેદાનમાં બુધવારે જ તમામ તૈયારી પૂરી કરી દેવાઇ હતી. આ લોકમેળામાં હળવદ શહેરના આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...