અકસ્માત:હળવદના હાઈ-વે રોડ પાસે ટ્રેકટરનો ટ્રેલર સાથે અકસ્માત થતાં 1નું મોત, 2 ઈજાગ્રસ્ત

હળવદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવના પગલે ટોળું એકત્રિત થઈ જતાં ટ્રાફિરજામ થઈ ગયો હતો

હળવદ હાઇવે સર્કિટ હાઉસ પાસે સૂકી કડબ ભરીને જતાં ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઢવાણાના ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જોકે અન્ય 2 ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને થોડી વાર માટે ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતાં. પોલીસ સ્ટેશન નજીક જ બનાવ હોવાથી પોલીસ ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી હતી.

હળવદ માળિયા હાઈ-વે પર અવાર-નવાર વાહન ચાલકો વાહનો ચલાવી અકસ્માતના બનાવો બનતા હોય છે. આવો જ એક બનાવ હળવદ નજીક બન્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલા સર્કિટ હાઉસ પાસે સૂકી કડબ ભરેલા ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરચાલક ઢવાણા ગામના છેલાભાઇ ભરવાડ નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ બાદ લાશને પરિવારજનોને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...