દારૂ જપ્ત:દારૂ, બિયર સાથે 1 ઝબ્બે, 1 ફરાર રૂ. 28,500નો મુદ્દામાલ જપ્ત

હળવદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના માથક ગામે રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમે દરોડો કર્યો હતો. જ્યાં ઘરની તપાસમાં 47 બોટલ દારૂ અને 144 બિયરના ટીન મળ્યા હતા. જેથી કરીને પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કરીને એક શખસની ધરપકડ કરી હતી. એક શખ્સ મળી ન આવતા પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

હળવદ તાલુકાના મથક ગામે રહેતા રાજુભાઈ રણછોડભાઈ સડાણિયાના ઘરની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેથી કરીને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા તેના ઘરમાં દારૂ અંગે દરોડો કર્યો હતો. જ્યાં ધરની તપાસ કરતા 47 બોટલ દારૂ અને બિયરના 144 ટીન મળ્યા હતા. પોલીસે કુલ રૂ.28,500નો મુદ્દામાલ કબજે કરીને રાજુભાઈ રણછોડભાઈ સડાણિયાની ધરપકડ કરી હતી.

જ્યારે મયુર ઉર્ફે મયો અશોકભાઈ બોરાણિયા (રહે. માથક) વાળાનું નામ ખુલતા તેને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગે ગુનો નોંધીને આરોપીની તેમજ મુદ્દામાલ ત્યાં સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...