તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ગલીસીમરો ગામે તારો ભાઇ કેમ હેરાન કરે છે કહી શખ્સના ઘરમાં તોડફોડ કરતાં 9 સામે ગુનો

શામળાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર આગળ પાર્ક કરેલ રિક્ષા અને બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું, 9 જણાં રફૂચક્કર

શામળાજી નજીકના ગલી સીમરોમાં તારો ભાઇ કેમ હેરાન કરે છે કહી ઝઘડો કરી યુવકના ઘરમાં તોડફોડ કરતાં શામળાજી પોલીસમાં 9 સામે ગુનો નોંધાયો છે. ગલીસીમરોમાં અનિલભાઈ નાગજીભાઈ ખરાડીના ઘરે ગામના જ વિનોદભાઈ ખેમાભાઈ ડામોર સહિત નવ શખ્સો શુક્રવારે રાત્રે તેઓના ઘરે આવી બધા એ લાકડીઓ લઈ તારો ભાઈ કેમ હેરાન કરે છે તેવું કહી તેઓના ઘર પર લાકડી વડે હુમલો કર્યો હતો.

ઘરની અંદર પણ માલ સામાનની તોડફોડ કરી હતી. ઘર આગળ પાર્ક કરેલ રિક્ષા અને બાઇકમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર મામલે અનિલભાઈ એ શામળાજી પોલીસને જાણ કરતાં શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી સમગ્ર મામલે વિનોદભાઈ ખેમાભાઈ ડામોર સહિત નવ સામે રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પીએસઆઇ આશિષ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...