તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાર્ટીમાં ડીજે વગાડવાની અદાવત રાખી યુવકની હત્યા કરનારા બે હત્યારા ઝડપાયા ,1 હજુ ફરાર

સુનોખ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બે હત્યારા પકડાયા હતા - Divya Bhaskar
બે હત્યારા પકડાયા હતા
 • શામળાજીના ધુલેટા (પાલ્લા)માં યુવકની બર્થડે પાર્ટીમાં ત્રણ જણે લાકડીઓ મારી હત્યા કરી હતી
 • યુવકની હત્યા કરી પિતા-પુત્ર અને શખ્સ ત્રણેય જણા ગામ છોડી રફૂચક્કર થઇ ગયા હતા

શામળાજીના ધુલેટા (પાલ્લા)માં બર્થડે પાર્ટીમાં ડીજે વગાડવા અંગે પાડોશીઓને ગામના જ યુવક સાથે ઝઘડો થતાં તેની અદાવત રાખી પિતા-પુત્ર અને અન્ય શખ્શે સાથે મળી યુવકને લાકડી ફટકરાતાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની ઘટનાના પગલે શામળાજી પોલીસે લાશને પીએમ માટે ખસેડી ત્રણ સામે ગુનો નોંધી બે હત્યારાઓને શનિવાર મોડી સાંજે પોલીસે પકડી લીધા હતા. જ્યારે હજુ ત્રીજો હત્યારો ફરાર છે.

ધુલેટા(પાલ્લા)માં રહેતા કમલેશભાઈ નિનામાના પુત્ર દિવ્યેશનો જન્મ દિવસ હોવાથી બર્થડે પાર્ટી રાખી હતી. જેમાં તેમનો મિત્ર કલ્પેશ પણ સામેલ થયો હતો. જન્મદિવસની ઉજવણીમાં ડીજે વગાડવા અંગે પાડોશી ઉમેશ શિવારજ નિનામા અને તેના પરિવારે કલ્પેશ સાથે ઝઘડો કર્યો હતો.

તેની અદાવત રાખી કલ્પેશ ડામોર સાથે ઉમેશ શિવરાજ નિનામા, શિવરાજ બદાભાઈ નિનામા અને રાજુ નાનજીભાઈ નિનામાએ ફરીથી ઝઘડો કરી ઉમેશ નિનામાએ કલ્પેશ ડામોરને લાકડી વડે અને ગડદાપાટુનો માર મારતાં કલ્પેશ ડામોરના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં બેભાન હાલતમાં પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. હત્યારા પિતા-પુત્ર અને અન્ય શખ્શ ગામ છોડી ફરાર થઇ જતાં પોલીસે બે હત્યારાઓને પકડી લીધા હતા. જ્યારે એક હત્યારો હજુ પકડાવાનો બાકી છે. ઘટનાના પગલે શામળાજી પોલીસે લાશને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ભાઈ સંજયભાઈ ડામોરે ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલા હત્યારા
શિવરાજ બદાભાઈ નિનામા અને રાજુ નાનજીભાઈ નિનામા (રહે,કુંડી ફળિયું ,ધુલેટા)

પકડાવાનો આરોપી બાકી
ઉમેશ શિવરાજ નિનામા (રહે,કુંડી ફળિયું )

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો