તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી:સમગ્ર મંદિર પરિસરને આસોપાલવ-કેળાંના પાનથી શણગારાયું; વાંચો વિવિધ આરતી અને ભોગ ધરવાનો સમય

શામળાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
જન્માષ્ટમી પૂર્વે રવિવારે ભક્તોએ શામળિયાના દર્શન કર્યા હતા - Divya Bhaskar
જન્માષ્ટમી પૂર્વે રવિવારે ભક્તોએ શામળિયાના દર્શન કર્યા હતા
  • કૃષ્ણ કનૈયાલાલકી જય : મંદિર ભક્તો માટે સવારે 6 થી રાત્રે 1 સુધી ખુલ્લું રહેશે

આજે જન્માષ્ટમીના દિવસે શામળાજી કૃષ્ણમય બનશે. જન્માષ્ટમીએ આસોપાલવ તથા કેળાના પાનથી મંદિર અને મંદિર પરિસર શણગારાયું છે. મંદિર રાત્રે લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રવિવારે પણ હજારોની સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું છે.

પ્રભુના દર્શનનો સમય
મંદિર ખુલશે સવારે6:00
મંગલા આરતી સવારે6:45
શણગાર આરતી સવારે9:15
પ્રભુને રાજભોગ ધરાવાશે11:30
મંદિર ખુલશે (રાજભોગ આરતી) 12:1512:15
મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે) 12.3012:30
ઉત્થાપન (મંદિર ખુલશે) 2:152:15
સંધ્યા આરતી 7:007:00
ભગવાનનો જન્મોત્સવ રાત્રે 12:0012:00
જન્મના વધામણાંની આરતી 12.3012:30
મંદિર બંધ થશે રાત્રે 1:001:00