વેપારીઓમાં રોષની લાગણી:શામળાજીમાં સીતારામ કોમ્પ્લેક્ષ આવેલી 3 દુકાનોના તાળાં તૂટ્યાં

શામળાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા કાર્યવાહી ન કરતાં વેપારીઓ રોષે ભરાયા

શામળાજી મેન બજારમાં આવેલા સીતારામ કોમ્પ્લેક્ષમાં 3 દુકાનોના તાળાં તોડી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી વેપારીઓમાં પ્રબળ માંગ ઉઠી છે. ત્રણેય દુકાન માલિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી નિરીક્ષણ કરી જતી રહી હતી. પોલીસ ફરિયાદ નોંધી ન હતી.

શામળાજી સીતારામ કોમ્પ્લેક્સમાં આવેલ ગોપાલ બુક સ્ટોર, વેલી લીના સ્ટુડિયો અને દવાખાને મંગળવારની રાત્રીએ તસ્કર ટોળકીએ નિશાન બનાવી ત્રણેય દુકાનના તાળાં તોડી દુકાનોમાં પ્રવેશી કરી માલસામાન વેરવિખેર કરી દુકાનોના કાઉન્ટરના લોક તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ગુરૂવાર સવારે દુકાનના તાળાં તૂટેલા જોઈ બુકસ્ટોર્સ માલિકને ચોરી થયાની જાણ થઇ હતી. ત્રણેય દુકાન માલિકોએ શામળાજી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું. વ્યાપારીઓને આશ્વાસન આપી પંચનામું કરવા માટે આવવાનું કહ્યા બાદ ન આવતાં પોલીસ કર્મચારીઓ ના આવતા શામળાજીમાં સમયાંતરે બનતા ચોરીના કિસ્સાઓને લઈ નગરજનો તેમજ વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...