કાર્યવાહી:અણસોલ પાસે ખાનગી ચેનલનો ડ્રાઇવર દારૂ સાથે ઝબ્બે

શામળાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં ગિફ્ટ બોક્ષની આડમાં 1.72 લાખનો દારૂ સંતાડ્યો હતો

હરિયાણા સ્થિત નેશનલ ખાનગી ચેનલનો ડ્રાઇવર કારમાં ગિફ્ટબોક્ષમાં મિઠાઈ સાથે મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ ભરી મુંબઈની જુહુમાં આવેલી ચેનલની બ્રાન્ચ ઓફિસમાં ગિફ્ટ આપવા જતાં શામળાજી પોલીસે દબોચી લઇ 1.72 લાખની 32 બોટલ સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હરિયાણા સ્થિત ઇન્ડિયા ન્યૂઝ ટી.વી.પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો રોહિત ભુવનેશ્વર મંડલ ધાનુકને ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવતા રાહુલ નામના કર્મીએ ગુડગાંવ હરિયાણાની હયાત હોટલમાંથી કારમાં ગિફ્ટબોક્ષ ભરી આપ્યા હતા.

આ ગિફ્ટબોક્ષ મુંબઈના જુહુમાં આવેલ બ્રાન્ચ ઓફિસમાં આપવાનું જણાવતા રોહિત ધાનુક કારમાં ગિફ્ટ બોક્ષ ભરી રાજસ્થાનમાંથી રતનપુર ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશતા અણસોલ શામળાજી પોલીસે અટકાવી તલાશી લેતાં કારમાંથી ઉચ્ચ ક્વોલીટીના ગિફ્ટબોક્ષ જોવા મળતાં પોલીસે ગિફ્ટ બોક્સ ચેક કરતાં બોક્સમાં મિઠાઈ અને ડ્રાયફ્રૂટ સાથે દરેક બોક્સમાં બે મોંઘીદાટ દારૂની બોટલ જોવા મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી ચેક કરતાં બ્રાન્ડેડ 32 બોટલ 1.72 લાખથી વધુનો દારૂ જપ્ત કરી મિઠાઈ બોક્સ, કાર મળી રૂ.6.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...