શામળાજી:ભાદરવી પૂનમે શામળાજી મંદિરે દર્શન થઈ શકશે, જાણો મંગળા આરતીથી લઈ શયન આરતી સુધીનો સમય

શામળાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદિર સવારના 7 વાગ્યે ખુલશે,  ત્યાર બાદ 7:45એ મંગળા આરતી અને 9:15 વાગ્યે શણગાર થશે - Divya Bhaskar
મંદિર સવારના 7 વાગ્યે ખુલશે, ત્યાર બાદ 7:45એ મંગળા આરતી અને 9:15 વાગ્યે શણગાર થશે

હવે ભાદરવી પૂનમ આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભાદરવી પૂનમના દર્શનનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટાઈમ ટેબલ મુજબ મંદિર સવારના 7 વાગ્યે ખુલશે. ત્યાર બાદ 7:45એ મંગળા આરતી અને 9:15 વાગ્યે શણગાર થશે. ત્યાર બાદ બપોરના સાડા અગિયાર વાગ્યે ભોગ ધરાવીને મંદિર બંધ કરવામાં આવશે. ત્યાર બાદ બપોરના સવા બાર વાગ્યે મંદિરના દ્વાર ખોલીને રાજભોગ આરતી કરવામાં આવશે. ત્યાર બાદ 12:30 વાગ્યે ઠાકોરજીને પોઢાડવામાં આવશે. ઠાકોરજીને પોઢાડ્યા બાદ 2:15 વાગ્યે ઉત્થાપન કરાશે એટલે મંદિર ખુલશે અને 7:00 વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવશે. ત્યાર બાદ 7:45 વાગ્યે શયન આરતી અને 8 વાગ્યે મંગલ મંદિર એટલે કે મંદિર બંધ કરાશે.

ભાદરવી પૂનમના દિવસનું મંદિરનું ટાઈમ ટેબલ
ભાદરવી પૂનમના દિવસનું મંદિરનું ટાઈમ ટેબલ

ધાર્મિક માહાત્મ્ય
હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાયમાં વિશેષ મહિમા ધરાવતા ભગવાન શામળાજી મંદિરનું નિર્માણ બ્રહ્માજીનાં હજારો વર્ષના તપ બાદ મહાદેવજીની પ્રસન્નતા અને આજ્ઞાથી થયું હોવાનું મનાય છે. મંદિરના શિખર ઉપર ધોળી ધજા હોવાથી શામળાજીને ધોળી ધજાવાળા તરીકે પણ ઓળખાવાય છે.

ઐતિહાસિક માહાત્મ્ય
હિન્દુ ધર્મના અઢારેય પુરાણોની વાતો અને મહિમાનું વર્ણન કરતી પ્રતિમાઓના બાહ્ય દીવાલો પર દર્શાવતા શામળાજી મંદિરનું નિર્માણ ઈસ 94થી 102ની સાલમાં કરાયાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...