તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ધોલવાણીમાં ખેતરમાં ખેડૂતને બંધક બનાવી રૂ2 લાખની લૂંટ

શામળાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠ જેટલા બુકાનીધારીઓ ખેડૂતને ઓરડીમાં પૂરી થઇ લૂંટ ચલાવી રફૂચક્કર થઇ ગયા

ભિલોડાના ધોલવાણીમાં ખેતરમાં 8 જેટલા બુકાનીધારીઓએ આતંક મચાવતાં તિક્ષણ હથિયાર બતાવી ખેડૂતને બંધક બનાવી રૂ. 2 લાખ લઈને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. શનિવારે ધોલવાણીમાં રહેતા બાબુભાઈ મુન્નાભાઈ તરાર અને તેમના ઘરના લોકો ખેતરમાં હતા.

ત્યારે અજાણ્યા બુકાનીધારીઓએ તિક્ષણ હથિયાર બતાવી કહી રોજ આવી છોકરી કેમ સંતાડી છે તેમ કહી બાબુભાઈને ખેતરની ઓરડીમાં પૂરી બહારથી બંધ કરી તિજોરીમાં રાખેલ રોકડા 1.85 લાખ અને અન્ય મત્તા ચોરી જઇ કુલ રૂ. 2 લાખની ચોરી કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બાબુભાઈની ફરિયાદના આધારે 8 જેટલા બુકાનીધારીઓ સામે ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાથી ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...