અરવલ્લીમાં વિરોધ પ્રદર્શન:રાજસ્થાન શિક્ષક ભરતી આંદોલનની ઝાળ ગુજરાતમાં વર્તાઈ, શામળાજી પાસે NH 8 ચક્કાજામ કરી તોડફોડ

શામળાજીએક વર્ષ પહેલા
શામળાજી પાસે નેશનલ હાઈવે 8 પર વાહનોને આગ ચાંપવામાં આવી હતી - Divya Bhaskar
શામળાજી પાસે નેશનલ હાઈવે 8 પર વાહનોને આગ ચાંપવામાં આવી હતી
  • શામળાજી- ઉદયપુર નેશનલ હાઈવે 8 ચક્કાજામ કરાતા ભિલોડાથી વાયા અંબાજી આબુરોડ ટ્રાફિક ડાયવર્ટ કરાયો

રાજસ્થાનમાં ચાલી રહેલા શિક્ષક ભરતી આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી છે. રાજસ્થાનના વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારોની સંખ્યામાં ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ વિરોધ કરવા ઉતરી પડ્યા હતા. દરમિયાન અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. જો કે રસ્તા પર ઉતરેલા વિરોધ કરનારાઓએ પથ્થરમારો કર્યો હતો અને 4થી વધારે વાહનોમાં આગચંપી કરી હતી. જેને પગલે શામળાજી- ઉદયપુર નેશનલ હાઈવે 8 બંધ કરી દેવામાં આવ્યો છે.

શામળાજી પાસે નેશનલ હાઈવે 8 પર આગળ ચક્કાજામના ડરે વાહનોની લાઈન લાગી
શામળાજી પાસે નેશનલ હાઈવે 8 પર આગળ ચક્કાજામના ડરે વાહનોની લાઈન લાગી

NH-8 પરનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો
ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ સંખ્યાબંધ વાહનોઓ સળગાવી દીધા છે. જેના કારણે શામળાજી પોલીસે ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં આવી રહ્યો છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરીને ભિલોડા વાયા અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરી દેવામાં આવતા અનેક વાહનચાલકો અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. NH 8 પર વાહનોનો ખડકલો થઈ ગયો છે અને લાંબી કતાર લાગી છે.

શામળાજી પાસે આંદોલન સામે પૂર્વતૈયારી રૂપે પોલીસે માર્ચ કરી હતી
શામળાજી પાસે આંદોલન સામે પૂર્વતૈયારી રૂપે પોલીસે માર્ચ કરી હતી

અરવલ્લી પોલીસ કહે છે રાજસ્થાનના આંદોલનની જિલ્લામાં કોઈ અસર નહીં
અખબારી યાદી બહાર પાડીને અરવલ્લી પોલીસે જણાવ્યુ છે કે, રાજસ્થાનમાં આદિવાસી વિદ્યાર્થીઓનું આંદોલન 18 દિવસથી ચાલી રહ્યું છે. જેથી અરવલ્લી જિલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો હોય, આ જિલ્લામાં કોઇ પ્રત્યાઘાત ન પડે તે સારૂં પ્રથમથી જ તકેદારી રાખવામાં આવેલી હતી. તે અનુસંધાને મોડી રાત્રીના શામળાજી આશ્રમ ચાર રસ્તાએ NH-8 ઉપર આદિવાસી સમાજના દસથી પંદર યુવકો એકત્રિત થયેલા હતા અને પૂર્વ તકેદારીના ભાગરૂપે શામળાજી પોલીસે એકત્રિત યુવકોને સમજાવતાં તેઓ શાંતિથી જતા રહેલા હતા અને કોઇ કાર્યક્રમનું આયોજન કરેલું ન હતું.

કાર સહિતના ખાનગી વાહનોને પ્રદર્શનકારીઓએ સળગાવી દીધા છે
કાર સહિતના ખાનગી વાહનોને પ્રદર્શનકારીઓએ સળગાવી દીધા છે

અરવલ્લી પોલીસે ST આગેવાનો સાથે ચર્ચા કરી
જિલ્લામાં બીજા કોઇ પ્રત્યાઘાત ન પડે તે સારૂં બંદોબસ્ત તથા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે. હાલ સુધી કોઇ અનિચ્છનીય બનાવ બનેલો નથી. આ આંદોલન સબબ ખોટી અફવાઓથી દૂર રહેવા અને પોલીસને સહકાર આપવા અનુસુચિત જનજાતિના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવતાં તેઓએ પૂરો સહકાર આપવા ખાત્રી આપેલી છે.

રાજસ્થાનમાં શિક્ષક ભરતી મામલે 18 દિવસથી એસટી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે
રાજસ્થાનમાં શિક્ષક ભરતી મામલે 18 દિવસથી એસટી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે

શિક્ષક ભરતીમાં સામાન્ય વર્ગની ખાલી જગ્યા પર ST ઉમેદવારોને ભરવાની માગ સાથે આંદોલન
શિક્ષણ ભરતીમાં અનામતની માંગને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શિક્ષક ભરતી 2018માં સામાન્ય વર્ગથી ખાલી પડેલી 1167 પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માગ સાથે આદિવાસી વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો છેલ્લા 18 દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે સાંજે તેમણે હાઈવે ચક્કાજામ કર્યો હતો. આદિવાસી ઉમેદવારોના આંદોલન પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...