તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણજન્મોત્સવ પર વરસાદ:શામળાજીમાં જન્માષ્ટમી પર્વ પર મેઘમહેર, મંદિર પરિસરમાં વરસાદ પડતા લોકો ભીંજાયા

શામળાજીએક મહિનો પહેલા
શામળાજીમાં સાંજે વરસાદ પડ્યો હતો
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ સાંજના ટાણે મહેર વરસાવી

જન્માષ્ટમી પર્વ પર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મેઘરાજે પણ મહેર વરસાવી છે. બપોર બાદ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અરવલ્લીના શામળાજી પંથકમાં પણ જોરદાર ઝાપટું પડ્યું છે. લોકો દર્શન કરવા માટે મંદિરે ઉમટ્યા ત્યારે જ વરસાદ વરસ્યો હતો. મંદિર પરિસરમાં જ ભક્તોને મેઘરૂપી આશીર્વાદ મળ્યા હતા.

શામળીયાના દર્શન માટે ભક્તો ઉમટ્યા
શામળાજી મંદિરમાં ભક્તો શામળીયાના દર્શન માટે ઉમટ્યા હતા. સવારથી ભારે ઉકળાટના માહોલ વચ્ચે ભક્તો શામળાજી મંદિરમાં દર્શન માટે ઉમટી રહ્યા હતા. ત્યારે આજે અભૂતપૂર્વ રીતે જનમેદની શામળાજીના દર્શને ઉમટી હતી. સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જોરદાર ઝાપટું વરસતાં મંદિર પ્રાંગણમાં ઠંડક પ્રસરી હતી. તો વરસાદને પગલે ભક્તો જ્યાં જગ્યા મળી ત્યાં વરસાદથી પલળતાં બચવા માટે જગ્યા શોધતા નજરે ચડ્યા હતા.

દર્શને આવેલા ભક્તો વરસાદમાં પલળતા બચવા જગ્યા શોધતા દેખાયા
દર્શને આવેલા ભક્તો વરસાદમાં પલળતા બચવા જગ્યા શોધતા દેખાયા

સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ
ગુજરાતમાં વરસાદની અછત છે. ત્યારે આજે 30 ઓગસ્ટે જન્માષ્ટમીના પાવન પર્વે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. અરવલ્લીના ભિલોડા અને મોડાસા સહિતના તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વિજયનગર સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

મંદિર પરિસરમાં વરસાદી માહોલ
મંદિર પરિસરમાં વરસાદી માહોલ
વરસાદમાં પલળતા બચવા દર્શનાર્થીઓએ દોટ મૂકી
વરસાદમાં પલળતા બચવા દર્શનાર્થીઓએ દોટ મૂકી
અન્ય સમાચારો પણ છે...