તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રસાદ:શામળાજી મંદિરમાં મગજની ગોટીનો પ્રસાદ ફરી શરૂ થયો

શામળાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંદિરમાં ભક્તોને પ્રસાદ આપવાનું ચાલુ કરાયું હતું. - Divya Bhaskar
મંદિરમાં ભક્તોને પ્રસાદ આપવાનું ચાલુ કરાયું હતું.
  • ભેટના બદલામાં અપાતો પ્રસાદ કોરોનાના કારણે 4 માસથી બંધ હતો

શામળાજી મંદિરમાં ભેટના બદલામાં અપાતાં મગજના લાડુની ગોટીનો પ્રસાદ છેલ્લા 4 મહિના કરતાં વધુ સમયથી કોરોનાના કારણે બંધ હતો. હવે કેસો ઘટતાં અને મંદિરો ખોલવાની મંજૂરી મળતાં શનિવારથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાતાં ભક્તોમાં આનંદ છવાયો હતો.

શામળાજીમાં ભેટના બદલામાં અપાતાં મગજના લાડુની ગોટીનો પ્રસાદ કોરોનાના કારણે છેલ્લા 4 મહિના કરતાં વધુ સમયથી બંધ કરાયો હતો. જ્યારે હવે કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ગોટીનો પ્રસાદ ચાલુ કરવાનો નિર્ણય કરતાં શનિવારથી જે ભક્તો ભેટ આપે છે તેની સામે પ્રસાદની ગોટીનો પ્રસાદ આપવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલુ કરાયું હતું. શનિવાર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા હતા. ભક્તો ભગવાનના દર્શનની બાદ પ્રસાદીની ગોટી ભેટ આપ્યા બાદ મેળવી ભાવવિભોર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...