તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:શામળાજીના અણસોલ પં.ના પટાવાળાને બાઇકે ટક્કર મારી

મોડાસા,શામળાજી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શામળાજી હાઇવે પર વેણપુરની સીમમાં અકસ્માત

શામળાજી ઉદેપુર હાઈવે પર વેણપુરગામની સીમમાં પંચાયતના સેવકને પાછળથી બાઇકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ મોડાસામાં ખસેડાયો હતો. પંચાયતના સેવક એજન્ડા બુકમાં ગ્રામજનોની સહીઓ લેવા નીકળ્યા હતા. શામળાજી પાસે અણસોલ ગ્રામ પંચાયતમાં સેવક તરીકે ફરજ બજાવતા અને ખેતીકામ કરતા સુકાભાઈ દેવજીભાઈ ભગોરા (55) શનિવારે ગામમાં એજન્ડા બુક લઇને ગ્રામજનોની સહી કરાવવા નીકળ્યા હતા.

દરમિયાન ઉદેપુર શામળાજી હાઇવે પર તેઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવતા બાઇક નંબર જીજે 01 એલપી 4587 ના ચાલકે રાહદારી ગ્રામ પંચાયતના સેવકને પાછળથી ટક્કર મારતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. બાઇક ચાલક વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં સેવકને હાથે અને પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...