માર્ગ સાંકડો બન્યો:શામળાજીમાં દુકાનદારોએ દુકાનની બહાર સામાન આડેધડ મૂકી દઇ દબાણો કરી દીધા

શામળાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનદારોએ દબાણ કરતાં  રસ્તો સાંકડો બન્યો હતો. - Divya Bhaskar
દુકાનદારોએ દબાણ કરતાં રસ્તો સાંકડો બન્યો હતો.
  • દુકાનદારો અને અન્ય શખ્સો વાહનો પણ આડેધડ પાર્ક કરતાં માર્ગ સાંકડો બન્યો

શામળાજીમાં વેપારીઓ દ્વારા દબાણ કરાતાં આડેધડ કરાતા વાહન પાર્કિંયના કારણે સ્થાનિકો અને રાહદારીઓને પસાર થવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા પોલીસ, પંચાયત કાર્યવાહી કરે તેવી માંગ યાત્રાળુઓ અને સ્થાનિક લોકો કરી રહ્યા છે.

શામળાજી મંદિર તરફ જવા અને આવવા માટે અલગ અલગ રસ્તા બનાવાયા છે. પરંતુ મંદિરે દર્શન કરી પરત ડેપો તરફ આવવાના માર્ગ પર ડાબી બાજુએ આવેલી દુકાનદારો દ્વારા દુકાનનો સામાન રસ્તા પર ખડકી દેવાતાં રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે. બીજી તરફ દુકાનદારો તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા બાઇકો પાર્ક કરતાં રસ્તો સાવ સાંકડો બન્યો છે. દબાણોના કારણે કેટલીયવાર દર્શન કરવા આવેલા અને ખરીદી માટે આવેલા લોકોને અકસ્માતનો પણ ભોગ બનવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...