તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણી પૂનમ:ફાગણી પૂનમના દિવસે શામળાજી અને ખેડબ્રહ્મામાં દર્શન કરવા ભક્તો ઊમટ્યા

શામળાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શામળાજી - Divya Bhaskar
શામળાજી

શામળાજીમાં ફાગણી પૂનમે ભક્તો વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરના પૂજારી વિનયભાઈ તથા ભુરીયા બાવજી દ્વારા ભગવાન શામળીયાનાને અનોખો શણગાર કરાયો હતો. શણગાર આરતી સમયે ભગવાન શામળીયાને પણ હોળી રમાડાઇ હતી. મંદિરના મુખ્યાજી અને પૂજારીએ અબીલ-ગુલાલના રંગો અને કેસુડાના રંગને ચાંદીની પિચકારીમાં ભરી ભગવાન શામળીયાને હોળી રમાડાઇ હતી. ભક્તો માટે મંદિર પરિસરમાં જ સેનેટાઈઝ તેમજ માસ્ક સાથે દર્શન થાય તેવી મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી.

ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા

કાળીયા ઠાકોરને ધાણીનો પ્રસાદ ધરાવ્યો હતો. ખેડબ્રહ્મા સ્થિત મા અંબા પ્રત્યે અસિમ શ્રદ્ધા ધરાવતા નાના-મોટા સૌ શ્રદ્ધાળુઓ ફાગણી પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.પૂનમના દિવસે મંદિર ફૂલ અને દિવાથી શણગારવામાં આવ્યો હતો. બસ સ્ટેશનથી માતાજી મંદિર સુધી રોડની બંને બાજુ નાની મોટી હાટડીઓના કારણે ખરીદી કરનાર ઉમટી પડ્યા હતા. સવારની મંગળા આરતીમાં કોઈ પણ ભક્તને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને કર્મચારીઓ અને પૂજારી દ્વારા જ આરતી પૂર્ણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો