અનલોક:58 દિવસે થયા માનાં દર્શન, ભક્તોની કોરોનાથી રક્ષણ માટે પ્રાર્થના

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 58 દિવસ બાદ બહુચરાજી મંદિરનાં દ્વાર ખૂલતાં દૂર-દૂરથી માઇભક્તો ઊમટ્યા,
  • ઊંઝામાં ભક્તોએ માં ઉમિયાનાં દર્શન કર્યાં
  • અંબાજી મંદિરનાં દ્રાર આજથી અને ખેડબ્રહ્મા મંદિર રવિવારથી ખુલશે

ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ઊંઝાના ઉમિયાધામ, બહુચરાજીમાં બહુચર માતા મંદિર અને શામળાજીના વિષ્ણુ મંદિર ખુલતાં શુક્રવારે સવારથી જ ભક્તોએ હસતા મુખડે દર્શન કર્યાં હતાં. જો કે ભક્તોની સંખ્યા ઓછી હોઈ સોશિયવલ ડિસ્ટન્સ આપમેળે જળવાઈ રહ્યું હતું.કોરોના મહામારીને લઇ છેલ્લા 57 દિવસથી બંધ બહુચરાજી મંદિરનાં દ્વાર શુક્રવારે સવારે 7 વાગે ખુલતાં જ શ્રદ્ધાળુઓના ચહેરા પર આનંદ સાથે દર્શનની તાલાવેલી જોવા મળી હતી. મા બહુચરના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ વહેલી સવારે 5 વાગ્યાથી આવી ગયાં હતાં.

મુખ્ય પ્રવેશદ્વારે મંદિરના કર્મચારી દ્વારા હેન્ડ સેનેટાઇઝ કરાયા બાદ અંદર પ્રવેશ અપાયો હતો. જોકે પ્રથમ દિવસે માઇભક્તોની ખાસ ભીડ જોવા મળી ન હતી.ઓની અલગ રેલિંગ અને ગરમીને લઇ ખાસ છાંયડાની વ્યવસ્થા કરાઇ છે. રેલિંગમાં થઇ ભક્તો સીધા મંદિરના ગર્ભગૃહમાં જઇ શકે છે. દર્શનાર્થીઓને માસ્ક પહેરી રાખવા તેમજ દર્શન સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સતત સૂચના અપાય છે. લાઇનમાં આગળ વધતાં ભક્તો માતાજીના દર્શન થતાં જ ભાવવિભોર બની બોલો શ્રી બહુચર માત કી જય...ના નારા લગાવી રહ્યા છે. સાથે કોરોનાથી સમગ્ર જગતને બચાવવા કાલાંવાલાં કરી રહ્યાં છે.

યાત્રાધામ શામળાજી મંદિર 58 દિવસ બાદ ભક્તો માટે શુક્રવારે ખુલ્લું મૂકાયું હતું. મંદિર સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રખાશે. દર્શન કરવા ગાઇડલાઇનનો સંપૂર્ણપણે પાલન ભક્તોએ કરવાનો રહેશે.પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. ભગવાન શામળિયાના દર્શન ચાલુ થતાં ભક્તો ખુશ જોવા મળ્યા હતા.

શામ‌ળાજી વિષ્ણુ મંદિરે શુક્રવારે સવારે મોટી સંખ્યામાં હાજ રહેલા ભક્તોએ દર્શન કર્યાં હતાં.
શામ‌ળાજી વિષ્ણુ મંદિરે શુક્રવારે સવારે મોટી સંખ્યામાં હાજ રહેલા ભક્તોએ દર્શન કર્યાં હતાં.

કોરોના મહામારીને લઇ છેલ્લા 57 દિવસથી બંધ બહુચરાજી મંદિરનાં દ્વાર શુક્રવારે સવારે 7 વાગે ખુલતાં જ શ્રદ્ધાળુઓના ચહેરા પર આનંદ સાથે દર્શનની તાલાવેલી જોવા મળી હતી. મા બહુચરના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ વહેલી સવારે 5 વાગ્યાથી આવી ગયાં હતાં. મુખ્ય પ્રવેશદ્વારે મંદિરના કર્મચારી દ્વારા હેન્ડ સેનેટાઇઝ કરાયા બાદ અંદર પ્રવેશ અપાયો હતો. જોકે પ્રથમ દિવસે માઇભક્તોની ખાસ ભીડ જોવા મળી ન હતી.

બહુચરાજી મંદિરમાં ભક્તોએ હાજર રહી મા બહુચરાની આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
બહુચરાજી મંદિરમાં ભક્તોએ હાજર રહી મા બહુચરાની આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

શ્રીફળ-પ્રસાદ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ
બહુચરાજી મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લઇ ધાર્મિક વિધિઓ, બાધા-માનતા, શ્રીફળ, ચુંદડી અને પ્રસાદ જેવી ચીજવસ્તુઓ મંદિરમાં લઈ જવા પર અને સવાર સાંજની આરતીમાં શ્રદ્ધાળુઓની હાજરી પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

58 દિવસ બાદ બહુચરાજી મંદિરનાં દ્વાર ખૂલતાં દૂર-દૂરથી માઇભક્તો ઊમટ્યા, કોરોના મહામારીથી બચાવે તેવી પ્રાર્થના કરી
58 દિવસ બાદ બહુચરાજી મંદિરનાં દ્વાર ખૂલતાં દૂર-દૂરથી માઇભક્તો ઊમટ્યા, કોરોના મહામારીથી બચાવે તેવી પ્રાર્થના કરી

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 12 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. મંદિર ખોલવા 11 જૂને ટ્રસ્ટની બેઠક મળી હતી જેમાં 13 જૂનથી મંદિર ખુલશે. જેમાં સવારે 7 થી સાંજના 7 સુધી ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.

ઊંઝા
ઊંઝા

બે મહિને માતાજીનાં દર્શન થયાં, ખુશીનો કોઇ પાર નથી
દર્શનની લાઇનમાં પ્રથમ ઊભેલા બહુચરાજીના માઇભક્ત તેજસ શાહે જણાવ્યું કે, હું વર્ષોથી દુકાને જતાં પહેલાં માતાજીના દર્શન કરવા અચૂક આવું છું. છેલ્લા 2 મહિનાથી મંદિર બંધ હતું. માતાજીના ઘણા દિવસે સાક્ષાત દર્શન કરવા મળતાં ખુશીનું વર્ણન કરી શકું તેમ નથી.

કોરોના ખતમ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી : શ્રદ્ધાળુ
અમદાવાદથી દર્શને આવેલા કિર્તીભાઇએ જણાવ્યું કે, હું મિત્રો સાથે દર પૂનમે બહુચર માતાજીનાં દર્શને આવું છું.2 માસથી મંદિર બંધ હોઇ દર્શન થઇ શક્યા ન હતા. આજે મંદિર ખુલવાનું હોઇ દર્શન કરવા આવ્યો છું. માતાજીને કોરોના ખતમ થાય તેવી પ્રાર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...