તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાઇક અને ટ્રેક્ટર ટકરાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

શામળાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શામળાજી નજીક પાલ્લા ગામ પાસેનો બનાવ

શામળાજીના પાલ્લા પાસે ટ્રેક્ટર અને બાઇક ટકરાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકના ચૂંટણીકાર્ડના આધારે તે ભાણમેર ગામનો હોવાનું તપાસમાં બહાર અાવ્યું હતું. શામળાજી નજીક પાલ્લા પાસે ભિલોડા તરફ જઇ રહેલા ટ્રેક્ટર અને શામળાજી તરફ આવી રહેલા બાઇક ટકરાતાં બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

સમગ્ર મામલે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલે મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. સમગ્ર ઘટના માટે પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકની બેગમાંથી મળી આવેલા ચૂંટણી કાર્ડ પરથી બાઇક સવારની ઓળખ થઈ હતી. મૃતકનું નામ જીગ્નેશભાઈ અશોકભાઈ નિનામા ભાણમેર ગામના વતની હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો