તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ભિલોડામાં આર્મી જવાન અને તેના ભાઇ પર બુટલેગર ગેંગનો હુમલો

શામળાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગરોની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી

ભિલોડા માર્કેટયાર્ડ પાસે બોલેરોમાં પસાર થતાં આર્મી જવાન અને તેના ભાઈ પર અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં કમઠાડીયાના નૂતન બુવળ અને તેના સાગરિતોએ ધારિયા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી જીપમાં તોડફોડ કરી ફરાર થતાં ભારે ચકચાર મચી હતી. ભિલોડા પોલીસને હુમલાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાઈને સારવાર અર્થે ખસેડી કાર્યવાહી હાથધરી હતી.

હુમલામાં કાંતિભાઈ જોષીયારાના શરીરે ગંભીર ઈજાઓના પગલે ફરજ તબીબે વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડ્યા હતા. બુટલેગરના હુમલાથી ભયભીત અરવીંદ જોષીયારા નામના યુવકે નીતિન બુવળ મોટો બુટલેગર હોવાની સાથે તેની પાસે 50 થી વધુ લોકોની ગેંગ હોવાથી તાત્કાલિક ધોરણે ધરપકડ નહીં કરાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભિલોડા પોલીસે ભરતભાઈ અરવિંદભાઈ જોષીયારા (રહે, ચુનાખણ) ની ફરિયાદના આધારે નિતીન બુવળ, કિર્તી બુવળ, હિતેશ જોષીયારા (ત્રણે રહે, કમઠાડીયા) અને 15 જેટલા અજાણ્યા લોકો સામે ઇપીકો કલમ- ૩૦૭, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪ તથા જીપી એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...