તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શામળાજીમાં બાઇક પરથી અને કડવાથ પાસે એક્ટીવા પરથી દારૂ પકડાયો

મોડાસા, શામળાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ. 13745 નો વિદેશી દારૂ કબજે લઇ 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો

શામળાજી પોલીસે સર્વિસ રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલક પાસેથી રૂપિયા 1745 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે શામળાજી ઉદેપુર નેશનલ હાઈવે ઉપરના કડવાથ ગામ પાસેથી એક્ટીવા ઉપર પસાર થઈ રહેલા બે શખ્સો પાસેથી રૂપિયા12000 નો વિદેશી દારૂ ઝડપી પાડીને ગુનો નોંધ્યો હતો.

શામળાજી બસ સ્ટેશનથી મંદિર તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થતા બાઇક નં. જીજે 31 એમ 2950ના ચાલકને અટકાવીને પોલીસે તલાસી લેતાં વિદેશી દારૂની બોટલ નંગ 5 કિં. 1745નો અને બાઇક સહિત કુલ રૂ 41745 નો મુદ્દામાલ કબજે લઇને મુકેન્દ્ર સિંહ જાડેજા રહે. વેણપુર તા. ભિલોડા સામે ગુનો નોંધ્યો છે

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ તરફથી નેશનલ હાઈવે ઉપર આવેલા કડવાથ ગામ પાસેથી પસાર થતા એકટીવા નંબર જીે 31 એલ 41 50 ને અટકાવીને તેની તલાશી લેતાં દારૂની પેટી નંગ-૨ કિંમત રૂપિયા 12000 નો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રાહુલ વિરેન્દ્રસિંહ જાડેજા રંગપુર અને જયપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને વિદેશી દારૂ ભરી આપનાર રતનપુરના ઠેકાવાળા સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...