તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્યપ્રાણી ઇજાગ્રસ્ત:શામળાજીના અણસોલ નજીકથી ખેતરમાંથી ઘાયલ શિયાળ મળ્યું

શામળાજી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિયાળ અને હિંસક પ્રાણી વચ્ચે ઝડપ થતાં ઘાયલ થયું હોવાની શક્યતા: વનવિભાગ

શામળાજીના અણસોલ પાસે ખેતરમાંથી ઘાયલ અવસ્થામાં વહેલી સવારે શિયાળ મળતાં વનવિભાગને જાણ કરતાં સારવાર અર્થે ભિલોડા એનિમલ હોસ્પિટલમાં લઇ જવાયું હતું. શામળાજી - રતનપુર માર્ગ પર અણસોલની સીમમાં ખેતરમાં ખેડૂત વહેલી સવારે ખેતીકામ માટે ગયો હતો. ત્યારે ખેડૂતે કણસતી હાલતમાં ખેતરમાં તરફડી રહેલા શિયાળને જોતાં શામળાજી વન વિભાગને જાણ કરતાં વનવિભાગ ના અધિકારીઓએ ઘાયલ શિયાળને સારવાર માટે ભિલોડાની એનિમલ કેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયું હતું. શિયાળના ઇજાગ્રસ્ત થવા અંગે વન અધિકારીઓએ શક્યતા વ્યક્ત કરી હતી કે શિયાળ અને કોઈ હિંસક પ્રાણી વચ્ચે ઝડપ થઈ હોવાથી શિયાળ ઘાયલ થયુ હોવું જોઈએ. આ વિસ્તારમાં સસલાં,ઝરખ,વરુ તેમજ શિયાળ જેવા પ્રાણીઓ નિવાસ કરતા હોવાથી પ્રાણીઓ વચ્ચે શિકાર અને ખોરાક માટે આ પ્રકારના ઘર્ષણના બનાવો બને છે.}અલ્પેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો