તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે 8 નું 6 લેન બનાવવાની કામગીરી ચાલુ છે. ત્યારે એક બાજુ રોડ પર બંને તરફના વાહન વ્યવહાર ચાલે છે. ત્યારે રાત્રે બે વાગ્યે રાજસ્થાન તરફથી આવતો ટ્રક ખોટકાતા પાંચ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી. લાંબી લાઈનો લાગતાં વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ હતી.
ત્યારે ભારે વાહનો તથા ખાનગી વાહન ઈમરજન્સી જેવા વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા. અંતે સ્થાનિક પોલીસની મદદથી બપોરના બે વાગ્યે ટ્રાફિક હળવો કરાયો હતો. હાઈવે તંત્રના યોગ્ય આયોજનના અભાવથી વાહનચાલકો પરેશાનીનો સામનો કરે છે. ત્યારે શામળાજી બસ સ્ટેશનથી વાહનચાલકો સાંકડા રોડ પર અડોઅડ ચલાવતા રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલ બને છે.વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાઈવે વિભાગ દ્વારા આંખ આડા કાન કરાય છે. હાઈવે વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.