હુમલો:ખિલોડામાં ખેતરમાં બળદ ઘૂસી જતાં મારામારી થઈ, શામળાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ

શામળાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શામળાજી જોડે ખિલોડા ગામની સીમમાં આવેલ ખેતરમાં ડુંગળીના વાવેતરમાં બળદ ઘૂસી જતાં આ બાબતે ઝઘડો કરી હુમલો કરાયો હતો. જેમાં ફરિયાદીના પિતાને ગડદાપાટુનો માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

નાપડા જાંગીર ગામના સુરેન્દ્રભાઈ સુલેમાનભાઈ બળેવાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓના પિતાજી ખેતરમાં બળદ બાંધી ખેતરની સામે આવેલ મહેશભાઈ હોથાના ઘરે બેઠા હતા. તે દરમ્યાન ગામના જ અરવિંદભાઈ બળેવાએ બાંધેલા બળદની રસ્સી પથ્થર વડે કાપી નાખી બળદ છૂટા મૂકી દીધેલ હતા.

જેથી આ બળદ અરવિંદભાઈના ખેતરમાં ડુંગળીના વાવેતરમાં જતાં રહેતા તેઓએ ફરીયાદીના પિતાને કહેલ કે તમો કેમ બળદ છુટા મુકી દો છો. તેમ કહી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી હુમલો કરી દીધો હતો જેમાં લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સુરેન્દ્રભાઈ સુલેમાનભાઈ બળેવાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ વાલજીભાઈ બળેવા(રહે. નાપડા જાંગીર, તા. ભિલોડા)ના સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...