તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:શામળાજી હાઇવે પર બાઈક-કાર ટકરાતાં બાઇકચાલકનું મોત થયું

શામળાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી કારચાલક કાર મૂકી રફૂચક્કર થઇ ગયો

શામળાજી અન્નક્ષેત્ર પાસે બાઇક અને કાર અથડાતાં રાજસ્થાની યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.અકસ્માત કરી કારનો ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે મૃતકના ભાઇએ કારચાલક સામે શામળાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અશોક ભાઈ નંદલાલ ભગોરા રહે.માલમાથા રાજસ્થાન (30) પોતે કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ત્યારે અશોકભાઈ અને તેમની પત્ની રેલાવાડા કડિયાકામ પૂરું કરી વતન માલમાથા જવા બાઇક નં. RJ 12 SH 9001 લઈ શામળાજી બ્રિજની નીચે અશોકભાઈની પત્ની બજારમાં સરસામાન ખરીદવા માટે મોકલી હતી અને કહ્યું હતું કે હું શામળાજી બ્રિજ નીચે ઊભો છું. તું ત્યાં આવી જજે. કરીનાબેન બજારમાંથી સરસામાન ખરીદીને શામળાજી રતનપુર હાઇવે તરફ જતાં ત્યાં ટોળેટોળા એકઠા થયા હતા. જઇને જોતાં પોતાના પતિ અશોકભાઈ ને માથાના ભાગે વધારે ઇજા પહોંચી હતી.

આ જોઈને કરીનાબેને ખાનગી વાનમાં શામળાજી સિવિલમાં લઇ જઇ વધુ સારવાર અર્થે હિંમતનગર લઈ જવાનું કહેતાં એમ્બ્યુલન્સમાં અશોકભાઈનું રસ્તામાં જ મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈ લોકેશભાઈ નંદલાલ શામળાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કાર નં. GJ 0 1 આર ડબલ્યુ 5574 લાલ કલરની મારૂતિ કાર મૂકીને ત્યાં ચાલક ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...