અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં 1980માં ગાયત્રી શક્તિપીઠનો પ્રારંભ થયો હતો. તેના બેતાલીસમા પાટોત્સવનું ગાયત્રી સાધકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 એપ્રિલ, બુધવારે સવારે શામળાજીમાં ગાયત્રી શક્તિ પીઠમાં યુગ પરિવર્તનના પ્રતિક સમાન મશાલ પ્રગટાવીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 42મા પાટોત્સવનો પ્રારંભ કરાયો હતો. હજારોની સંખ્યામાં ગાયત્રી સાધક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા
શામળાજી ખાતે બે દિવસીય મહાઉત્સવ સાથે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ પર્વનો લાહવો લેવા દૂર દૂરથી આવેલા ગાયત્રી સાધક ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં યુગ પરિવર્તનના પ્રતિક એવા મશાલનું પ્રાગટ્ય કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શામળાજી આસપાસના ગામો સહિત અરવલ્લી અને સાબરકાંઠાના દરેક તાલુકામાંથી થઈ હજારોની સંખ્યામાં ગાયત્રી સાધક ભાઈઓ, બહેનો, યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા.
ભવ્ય ઝાંખીઓ, શણગારેલા વાહનોમાં કાઢવામાં આવી હતી, ગાયત્રી ઉપાસક હરેશભાઈ કંસારાએ જણાવ્યું હતું કે પાટોત્સવ આયોજન અગાઉ એક કરોડ ગાયત્રી મહામંત્ર લેખન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે પવિત્ર મંત્ર લેખન નોટબુકો તેમજ પીળા કળશ માથે લીધેલ પીત વસ્ત્રધારી બહેનો જોડાતા એક કિલોમીટર કરતાં વધુ લાંબી શોભાયાત્રા શામળાજીમાં નીકળી હતી વિષ્ણુ મંદિરના વ્યવસ્થાપક કનુભાઈ પટેલ દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
હતું આ શોભાયાત્રા આઈ.ટી.આઈ.થી પ્રારંભ થઈ બસસ્ટેશન, વિષ્ણુ મંદિર થઈ ગાયત્રી શક્તિપીઠ ખાતે વિરાટ યજ્ઞ મંડપમાં પરત ફરી હતી. 14 એપ્રિલ સવારે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કારનું આયોજન સંપન્ન થનાર છે. જેમાં ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ, હરિદ્વારથી પરમ શ્રદ્ધેયા શૈલજીજી તથા યુવા હ્રદય એવા આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજી વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.