તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અણસોલ નજીક કારમાંથી 1.68 લાખનો દારૂ પકડાયો

શામળાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.3.95 લાખના મુદ્દામાલ સાથે 3 ની અટક

શામળાજીના અણસોલ પાસેથી કારમાં ચોરખાનું બનાવી તેમાં સંતાડેલા 1.68 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજી પીએસઆઇ આશિષ પટેલ પટેલ તેમની ટીમે શનિવારે મોડી સાંજે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરતા હતા.

તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી કાર નં. RJ 06 CC 2783 શંકાસ્પદ જણાતાં તપાસ માટે ઉભી રખાવી હતી તપાસ કરતા તેમાં પાછળની ડીકીમાં પ્લાસ્ટિકની થેલીમાં ચોરખાનું બનાવી 50 પેટીઓ કિં. 1.68 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ કાર સહિત કુલ 3.95 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આમની સામે ફરિયાદ
રમેશચંદ્ર નયનાજી નારણજી માલી (23) દેવકિશન નૈનાલાલ મોતીલાલજી માલી(20) અને શ્રવણ પ્રતાપસિંહ ગુલાબસિંઘ રાવત (20) તમામ રહે. દેવગઢ રાજસ્થાન અને દારૂ ભરી આપનાર સુરેશ માલી

અન્ય સમાચારો પણ છે...