મારી નાખવાની ધમકી:તું શામળાજીનો ડોન થઈ ગયો છે કહી વેપારી પર બે શખ્સોનો ત્રિકમથી હુમલો કરતાં ચકચાર

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનની અદાવત રાખી રેડીમેડ દુકાનના વેપારી પર હુમલો કરાયો

તું શામળાજી નો ડોન થઈ ગયો છે કહી બે શખ્સોએ દુકાનની અદાવત રાખી વેપારીને ત્રિકમ થી કપાળના ભાગે ઇજા કરી અને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. શામળાજીમાં ભર બજારમાં ધોળે દિવસે વેપારીને માર મરાતા વેપારી આલમમાં ચકચાર મચી ગઇ હતી.

શામળાજીમાં સીતારામ કોમ્પલેક્ષમાં રેડીમેડ કપડાની દુકાન ધરાવતા વેપારી પાર્થ મનીષભાઈ અરોરા સામે આવેલી દુકાનમાં પાણી પીવા ગયો હતો અને ત્યાં બેઠો હતો દરમિયાન સાંજના સમય ત્યાં આગળ આવીને બે શખ્સો કહેવા લાગ્યા હતા કે તું શામળાજી નો ડોન થઈ ગયો છે તેમ કહી દુકાન બાબતે ચાલતી અદાવતમાં વેપારી સાથે ગાળાગાળી કરીને તેને ત્રિકમ વડે કપાળના ભાગે ઈજા કરી મારી નાખવાની ધમકી આપતાં વેપારીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે રાકેશ ઉર્ફે બકાભાઇ રાવલ અને રવિન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ બંને રહે ધમ્બોલીયા તા. ભિલોડા અરવલ્લી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...