આયોજન:મોડાસા તાલુકાના મહાદેવગામ પાસે મિનિ રાજઘાટ ઉપર મહાત્મા ગાંધીને પુષ્પાંજલી

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો અગાઉ ગાંધીજીના અનુયાયીઓએ તેમના અસ્થિ વિસર્જન કર્યા હતા

મોડાસાના મહાદેવગામમાં આવેલા મિની રાજઘાટ પર ગાંધીજીના જ્યાં અસ્થિ વિસર્જન કરાયા હતા. આ જગ્યાએ શનિવારે ગાંધી જન્મ જયંતી નિમિત્તે સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. મોડાસાના મહાદેવ ગામ પાસે ઝુમ્મર નદી કિનારે આવેલા હાથિયા ડુંગર પર મિની રાજઘાટ આવેલું છે. જ્યાં વર્ષો અગાઉ ગાંધીજીના અનુયાયીઓ દ્વારા તેમના અસ્થિ વિસર્જન કરાયા હતા. મહાદેવગામના મિની રાજઘાટને પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહના પ્રયત્નોને કારણે દિલ્હીમાં જેવો રાજઘાટ બનાવાયો છે.

જ્યાં 152 મી ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અરવલ્લી જિલ્લામાં કામ કરતી સામાજીક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. જાયન્ટ્સ મોડાસા, સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લા સ્કાઉટ ગાઈડ અરવલ્લી, જિલ્લા, મોડાસા કોલેજ એનએસએસના વિદ્યાર્થીઓ, મહાદેવ ગામ સ્કૂલના બાળકો દ્વારા વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજનથી શરૂઆત કરાઇ હતી. કાર્યક્રમમાં સંયોજક નિલેશ જોશી, સ્વદેશી જાગરણ મંચ , અરવલ્લી જિલ્લા સંયોજક સુરેન્દ્રસિંહ રાઠોડ, ભીખુ પરમાર, સરપંચ જસુસિંહ, મામલતદાર ગઢવી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોતીભાઈ નાયક, પૂર્વ સરપંચ પ્રદિપભાઈ વ્યાસ, યુવા કાર્યકર હિમાંશુભાઈ વ્યાસ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...