કામગીરી:અરવલ્લીમાં "માર્ગ મરામત અભિયાન' હેઠળ 1 માર્ગનું કામ પૂર્ણ, 8 માં કામ શરૂ

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં રસ્તા મરામત અભિયાન હાથ ધરાયું છે - Divya Bhaskar
જિલ્લામાં રસ્તા મરામત અભિયાન હાથ ધરાયું છે
  • વરસાદમાં બિસમાર રસ્તાઓના ખાડા દૂર કરવા માટેની ફરિયાદો ઉઠી હતી

અરવલ્લીમાં વરસાદમાં માર્ગો ધોવાતાં માર્ગ મરામત અભિયાન હેઠળ ફરિયાદો આવતાં 1 માર્ગનું કામ પૂર્ણ કરાયું છે અને 8 બિસમાર માર્ગોનું સમારકામ શરૂ કરી દેવાયું છે. અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક સ્થળો પર રસ્તાઓ બિસમાર બનતાં વાહન ચાલકોને અવર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

જેના કારણે વારંવાર અકસ્માત સર્જાતા પ્રજાની ફરિયાદો ઉઠતાં જે અંતર્ગત રાજ્ય સરકારના નવા માર્ગ મંત્રી દ્વારા બિસમાર બનેલા રસ્તાઓને સમારકામ કરવા માટે માર્ગ મરામત અભિયાન’શરૂ કરાતાં જિલ્લાના રસ્તાઓને થયેલા નુકસાનનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું છે.

જેમાં અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગમાં 9 રસ્તાઓની ફરિયાદ મળી હતી જેમાંથી અત્યાર સુધીમાં 1 રસ્તાનું કામપૂર્ણ કરાયું છે 8 રસ્તાઓને રિપેર કરવાનું ચાલુ છે. વિભાગ દ્વારા વિવિધ તાલુકાઓમાં ટીમ તૈયાર કરીને રસ્તાઓ પર ડામર પાથરીને રિપેર કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...