તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:નવાખિલોડામાં પત્ની-ભત્રીજી પર આડાસંબંધનો વહેમ રાખી બે યુવાનોના મોત મામલે મહિલાના પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો

મોડાસા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નદીના તટમાં ઝેરી દવા પીવાના પ્રકરણમાં 2 મિત્રોના મોત થયા, અન્ય યુવાન સારવારમાં
 • શખ્સ મારા ઘર સામે જોશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો, અંતિમ સંસ્કાર બાદ ગ્રામજનોમાં આક્રોશ

ભિલોડાના નવાખિલોડામાં પત્ની અને ભત્રીજી સાથે ગામના અને કુટુંબના જ ત્રણ યુવાનો પર આડા સંબંધનો વહેમ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા માટે દુષ્પ્રેરણા કરતાં મહિલાના પતિ વિક્રમ સબાભાઈ તરાર વિરુદ્ધ શામળાજી પોલીસમાં દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં બે યુવકોના ઝેરી દવા પીવાથી મોત થયા છે. જ્યારે અન્ય એક યુવાન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે

નવાખિલોડામાં પત્ની અને ભત્રીજી પર ફળિયાના જ ત્રણ યુવાનો ઉપર આડા સંબંધોનો વહેમ રાખી મહિલાનો પતિ વિક્રમભાઈ સબાભાઈ તરાર ઉપરોક્ત અને યુવાનોને કહેતો હતો કે મારા ઘર સામે જોવાનું નહીં તો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો હોવાનું તેમજ યુવાનોને મરવા માટે મજબૂર કરતાં બે દિવસ અગાઉ જનક સુભાષભાઈ તરાર (18) અને હસમુખ બકાભાઇ (20) બંને ગામની સીમમાં નદી પાસે ગૌચરમાં ઝેરી દવા પીતાં બંનેના મોત થયા હતા. બંનેના અંતિમ સંસ્કાર કરાયા બાદ ગામમાં આક્રોશ ફાટી નીકળતા મૃતકના પરિવારજનોએ શામળાજી પોલીસમાં તપાસની માગણી કરતા પોલીસે આ ગુનામાં વિક્રમ સવાભાઈ તરાર વિરુદ્ધ બંનેને મરવા મજબૂર કરી દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે.

વિક્રમે પાછળથી આવી બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી
નવાખિલોડાના ઝેરી દવા પીવાના પ્રકરણમાં વિક્રમ સવાભાઈ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. આશિષ તરારે શામળાજી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વિક્રમ અમને કહેતો કે મારા ઘર સામે જોતા નહીં તો જાનથી મારી નાખીશ. જોકે 31 માર્ચ ગામના સ્ટેન્ડ ઉપર વિક્રમને જનક અને હસમુખને તેમજ આશિષ ને બોલાવ્યા હતા અને ત્યાં પણ તેમને ધમકી આપી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે મૃતક પૈકીના તેના મિત્ર આશિષકુમાર કનુભાઈ તરારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું જ્યારે ખેતરમાં મકાઈ કાપીને ખેતરના એક બાજુ હાજતે જવાબ બેઠો હતો ત્યારે વિક્રમે પાછળથી આવીને બાથમાં પકડી બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતાં પોલીસે આ પ્રકરણમાં વિક્રમ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો વધુ એક ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો