તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્સેલિંગ:લૉકડાઉનમાં રાજસ્થાનમાં પતિનું મોત થતાં માનસિક સમતુલા ગુમાવી ચૂકેલી મહિલાનું પરિવાર સાથે મિલન

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાનું કાઉન્સિલિંગ કરી પુનઃ સ્થાપન કરાયું હતું. - Divya Bhaskar
મહિલાનું કાઉન્સિલિંગ કરી પુનઃ સ્થાપન કરાયું હતું.
  • પતિનું મોત થતાં 5 વર્ષની બાળકીને ઘરે મૂકી નીકળી ગઇ હતી

રાજસ્થાનમાં લોકડાઉન દરમિયાન પતિનું અવસાન થતાં મહિલાની માનસિક સ્થિતિ કથળતાં તે ઘરેથી નીકળી 24 વર્ષીય વિધવા પાંચ વર્ષની બાળકીને ઘરે મૂકીને નીકળી ગઈ હતી. અરવલ્લી કલેક્ટર અને મહિલા બાળ વિકાસ અધિકારીના દર્શન હેઠળ મહિલાને પરખ સંસ્થા સંચાલિત આશાના સખી વન સ્ટોપ સેન્ટરમાં લવાઇ 20 દિવસ સારવાર આપ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટરના ચાલક વિક્રમ બાજાડેજા અને દેશ વર્કર સીતાબેન દ્વારા અસરગ્રસ્ત મહિલાને રાજસ્થાનના ડુંગરપુરના મસારોકી ઓબરી ઓઢવમાં તેના પરિવાર સાથે પુન. સ્થાપન કરાયું હતું.

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરતાં મહિલા ખેરવાડાનું નામ જણાવતા કર્મચારીઓ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ડુંગરપુર તેમજ ઉદયપુર નો સંપર્ક તેમજ ખેરવાડા પોલીસ સ્ટેશનમાં તેમજ રામસાગડા પોલીસ સ્ટેશનમાં તપાસ કરી સખી વન સ્ટોપ સેન્ટર ઉદયપુરના સહયોગથી મહિલાના ગામના સરપંચનો સંપર્ક કરી મહિલાના પરિવાર શોધખોળ હાથ કરતાં મહિલા ખેરવાડાના મસારોકી ઓબરી ઓડવાસની હોવાનું જાણવા મળતાંપરિવાર નો સંપર્ક કરી વીડિયો કોલથી વાત કરાવતાં મહિલાના ભાઈ, માતા તેમજ સસરા સખી વન સ્ટોપ સેન્ટર મોડાસામાં આવતા 2 મહિના બાદ પરિવાર સાથે પુનઃ સ્થાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...