અકસ્માત:મોડાસાના જાલોદર નજીક ઇકો ગાડી પલટી જતાં મહિલાનું મોત

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 મહિલા અને ચાલક સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા

મોડાસાના જાલોદરની સીમમાં ઇકો ગાડી પલટતાં મુસાફરી કરતી મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા અને ચાલક સહિત 5 લોકોનાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.જાલોદર પાસે ઇકો સ્પોર્ટ ગાડી નં. જીજે 5 JR 0480 ના ચાલક અરહંત નિહલભાઈ શાહ ગાડી પરથી કાબુ ગુમાવતાં ગાડી રોડ સાઇડમાં પલટી મારી જતા મુસાફરી કરતી બે મહિલા સહિત 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં આકાંક્ષાબેન પ્રવીણભાઈ તિવારી (24) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયુ હતું.

અકસ્માતમાં ગાડી નો ચાલક અરહંત શાહ અને અનમોલ બ્રહ્મ મદન ગોર, દ્રષ્ટિબેન સુરેન્દ્રભાઈ બાખરા, સ્વપ્નિલભાઈ, અજય કુમાર રાજકોટને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. સુધાકર વિનયકુમાર નરીયાલ રહે. ભગવતી સેલ્સ ખોખરા અમદાવાદે ચાલક સામે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...