આક્ષેપ:દીકરા પર કેમ આક્ષેપ કરો છો કહી મહિલા, પુત્ર અને પુત્રવધૂને માર્યા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના વાઘપુરનો બનાવ, 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
  • ​​​​​​​મહિલાને કપાળ અને સાથળના ભાગે લાકડી મારી ઇજા કરી

ભિલોડાના વાઘપુરમાં તમે અમારા દીકરા જેસલ પર કેમ ખોટો આક્ષેપ કરો છો કહી મહિલાને, તેના પુત્રને તેમજ તેની પુત્રવધૂને તેના જ ઘરમાં મહિલા સહિત ચાર શખ્સોએ લાકડીઓ વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં શામળાજી પોલીસમાં ગુનો નોંધાયો હતો વાઘપુર મંજુલાબેન રામજીભાઈ ખરાડી 7 વાગે ઘરે હતા. તે દરમિયાન તેમના ગામની મહિલા અને ચાર પુરુષો લાકડીઓ લઈને ઘરે ધસી આવ્યા હતા અને કહેવા લાગ્યા કે તમે અમારા દીકરા જેસલને ઉપર કેમ ખોટા આક્ષેપ કરો છો કહી મહિલાને કપાળના ભાગે અને સાથળના ભાગે અને તેના પુત્ર કમલેશને હાથના ભાગે લાકડીઓ મારી હતી.

મહિલાના તેના પુત્રવધૂ નયનાબેનને પુષ્પાબેન ખરાડીએ ગડદાપાટુનો મારમારતાં લોકો દોડી આવતા મામલો શાંત પડ્યો હતો. મંજુલાબેન રામજીભાઈ ખરાડીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે લક્ષ્મણભાઈ લાલુભાઇ ખરાડી, જગદીશભાઈ લાલુભાઇ ખરાડી, જેસલ લક્ષ્મણભાઈ ખરાડી અને પુષ્પાબેન જગદીશભાઈ ખરાડી તમામ રહે. વાઘપુર તા. ભિલોડા વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...