તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:અરવલ્લી જિલ્લામાં ઓક્સિજનનો સ્ટોક હોવા છતાં 350 દર્દીનું વેઈટિંગ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 24 કલાકમાં 10 ટન ઓક્સિજનનો જથ્થો મળે છે

અરવલ્લી જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે ગત સપ્તાહે ઓક્સિજનની મોટા પ્રમાણમાં અછત ઉભી થઇ હતી. જિલ્લામાં અત્યારે ઓક્સિજનની રોજિંદી 9 ટન જેટલી જરૂરિયાત ઊભી થઇ છે. દર્દીઓને ઓક્સીજનનો સપ્લાય મળવા લાગ્યો છે પરંતુ પોઝિટિવ 350 દર્દીઓ વેઇટિંગમાં હોવાનું મોડાસા સાર્વજનિક હોસ્પિટલના સુપ્રિટેન્ડેવ્ટ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં 24 કલાકના સમયગાળામાં ઓક્સિજનનો 10 ટન જેટલો જથ્થો મળી રહ્યો છે જો કે છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં ઓક્સીજનની જરૂરિયાત એકથી દોઢ ટન જેટલી ઘટી છે મોડાસાની 6 ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલો પાસે ઓક્સિજનની અછત વર્તાઈ રહી નથી પરંતુ સરકારે આપેલી મંજૂરી અનુસાર તમામ કોવિડ હોસ્પિટલમાં તમામ બેડ પેક થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...