સમસ્યા:માલપુરના ભુતાથી રંભોડા સુધીનો વાત્રક સિંચાઇ વિભાગનો 7 કિમીનો રસ્તો બિસમાર થતાં હાલાકી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાત્રક સિંચાઈ કચેરી આગળ ઉપવાસ ઉપર ઉતરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી

વાત્રક જળાશયનું 40 વર્ષ અગાઉ નિર્માણ થતા 7 કરતા વધુ ગામડાઓની અસરગ્રસ્તોની અવરજવર માટે વર્ષોની માગણી બાદ 10 વર્ષ અગાઉ વાત્રક સિંચાઇ વિભાગ દ્વારા માલપુર તાલુકાના મગોડી પાટિયાથી ભુતા,રંભોડા સુધી ડામર રોડ બનાવ્યો હતો. આ રોડ ઉપર ડામર કામ કે મરામત ન કરાતા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા ગ્રામજનોને વાહનચાલકોને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.માલપુર તાલુકાના ભુતા પાટિયા થી મગોડી અને રંભોડા સુધીનો 7 કિલોમીટરનો રસ્તો વર્ષો અગાઉ કાચો હોવાના કારણે 10 કરતાં વધુ ગામડાના લોકો રસ્તાના પ્રશ્ને વાત્રક સિંચાઇ કચેરી આગળ ઉપવાસ ઉપર ઉતરતાં સરકારે દસ વર્ષ અગાઉ અસરગ્રસ્તો માટે ડામર રોડ ફાળવ્યો હતો.

આ રસ્તો બન્યા બાદ વાત્રક સિંચાઇ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી મરામત ન કરાતા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે પરિણામે ખેડૂતો અને વાહનચાલકોને અવરજવર કરવા માટે મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે . ગામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે વાત્રક સિંચાઈના અધિકારીઓ દ્વારા રસ્તો રિપેર અથવા ડામર રોડ કરવામાં ન આવતા ગ્રામજનોએ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી વાત્રક સિંચાઈ કચેરી આગળ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...