તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અરવલ્લી, સા.કાં.માં લૂંટ સહિત 17 ગુનાનો વોન્ટેડ કાળીયો ઝબ્બે

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ વર્ષ અગાઉ ચપ્પુની અણીએ લૂંટ કરી હતી

અરવલ્લી,મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને રાજસ્થાનમાં લૂંટ ધાડ અને ઘરફોડ બાઇક અને મોટા વાહનોની ઉઠાંતરી કરનાર અને મંદિરમાં ચોરીના 17 ગુનાને અંજામ આપનાર આંતરરાજ્યનો બીજુડા ગેંગમાં સંડોવાયેલો કુખ્યાત લાલો ઉર્ફે કાળીયો ઉર્ફે જીતેન્દ્ર મોગજી ઉર્ફે મોઘા ડામોરને અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે રાત્રે 2 વાગે રાજસ્થાનના ડુંગરપુરના ધામોદમાંથી રેડ કરીને પકડ્યો હતો. ખૂંખાર આરોપીએ 2019માં ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચપ્પાની અણીએ લૂંટ ચલાવી હતી. રાજસ્થાનના વીશીવાળા પોલીસ સ્ટેશનમાં 1275220 ની ચોરી અને કોટવાલી પોલીસ સ્ટેશનમાં રૂ. ૮ લાખ રોકડની ચોરીનો ગુનો નોંધાયો હોવાનું પીએસઆઇ જે.એસ. સિસોદિયાએ જણાવ્યું હતું.

ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચપ્પાની અણીએ લૂંટ તેમજ સાબરકાંઠાના જાદર, માણસા, વિજાપુર અને હિંમતનગરના કાટવાડ તેમજ વિજાપુર ગાંધીનગર હાઇવે પર આવેલી સ્તુતિ ગ્રીન પાર્ક સોસાયટી પ્રાંતિજની ગોપીનાથ સોસાયટી, અષ્ટ વિનાયક સોસાયટી તલોદ રોડ પર દેવલ ટ્રેડર્સ, હિંમતનગરના લાલપુર હિંમતનગરમાં ઝહીરાબાદ વિસ્તારની બિસ્મિલ્લા પાર્ક, ભિલોડાના મોહનપુર સુરસાગર બંગ્લોઝ, ભિલોડા હિંમતનગરમાં રાજપથ સોસાયટી અને કાંકરોણ ખાતે ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો