તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ગુજરાતના મોડાસા તાલુકાના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે પસંદગી

મોડાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણૂંક થતાં વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશે. - Divya Bhaskar
રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણૂંક થતાં વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશે.
 • યુદ્ધ વિમાનો ઉડાડશે, વર્ષોથી યુવકનો પરિવાર ઓસ્ટ્રલિયામાં સ્થાઇ

મોડાસાના પહાડપુરના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહાડપુરના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્ટ નટુભાઈ પટેલના પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા છે અને હાલ ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં માર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ઓસ્ટ્રેલિયાથી વતન પહાડપુર આવતા જતા રહેતા હોવાથી તેમના પુત્ર વ્રજ પટેલને પહેલાથી પાયલોટ બનાવની રુચિ હોવાથી ઉચ્ચ અભ્યાસ કરી ઓસ્ટ્રેલિયામાં પાયલોટ તરીકે નિમણૂંક પામ્યા પછી તેની મહેનત રંગ લાવી હોય તેમ ઓસ્ટ્રેલિયાની ગ્રાઉન્ડ એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલમાં પસંદગી પામ્યા પછી સખત પરિશ્રમ પછી આખરે રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણૂંક થતાં વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશેની જાણ વતનમાં થતાં પરિવારજનો અને ગામમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. વ્રજ પટેલ અને તેના પરિવારને લોકોને અભિનંદન પાઠવી રહ્યા છે.

વ્રજ પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવતો મહેનતુ
વ્રજ પટેલ સાથે પારિવારિક સંબંધ ધરાવતા અને મોડાસા સર્વોદય સ્કૂલમાં કેમેસ્ટ્રી ટીચર ઉત્તમ પટેલ અને પ્રિન્સિપાલ ડોક્ટર રાકેશ મહેતાએ જણાવ્યું કે વ્રજ પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવતો યુવાન હોવાની સાથે ખૂબ જ મહેનતુ યુવક છે અને આગામી સમયમાં હજુ પણ વધુ સિદ્ધિઓ મેળવી દેશ અને પાટીદાર સમાજનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો