ભિલોડાના ખલવાડ, લીલછા, મઉ, ટોડા, ભિલોડાકંપા, નાસરોલી અને મોહનપુરથી થી નીકળતો બાયપાસ બનાવવા ઉપરોક્ત ગ્રામજનોએ વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદન આપી બાયપાસ નીકળવાથી ગ્રામજનોએ ટૂંકી જમીનમાં છાપરુ બનાવીને રહેતા ગરીબ ખેડૂતોના માથે થી છત જવાની સાથે સાથે રોજીરોટીની વિકટ સમસ્યાનું નિર્માણ થવાની શક્યતા રહેલી હોવાથી થતાં ગ્રામજનોએ ઉપરોક્ત રસ્તો આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
ભિલોડાના જાગૃતિ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ વાઘજીભાઈ ગામેતી, સુરેશભાઇ પ્રજાપતિ, ગીતાબેન ખરાડી, જીગ્નેશભાઈ ડામોરના અધ્યક્ષ પણા હેઠળ કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવાયું છે કે ખલવાડ, લીલછા,મોહનપુરાથી ભિલોડા બાયપાસ બનાવવા સર્વે હાથ ધરતાં આ ગામોના ખેડૂતોને પારાવાર નુકસાન થાય તેમ છે અને ગરીબ ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
તદુપરાંત આ ગરીબ ખેડૂતો પોતાનો છાપરાં બાંધી ખેતરમાં રહેતા હોય અને તેમની આજીવિકાનો આધાર ટુકડો જમીન હોય છે તેના ઉપર ખેતી સિવાય આ ખેડૂતો માટે બીજો કોઈ મોટો ધંધો હોતો નથી બાયપાસ બનતાં આ જમીન છીનવાઈ જશે તો છાપરુ બાંધવા માટે ગરીબ ખેડૂતો પાસે જમીનના રહેવાથી આવનારી પેઢી છાપરું પણ બાંધી શકશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.