આયોજન:પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે અરવલ્લીમાં આજે વિવિધ કાર્યક્રમ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠ સ્થળોએ યોજાનારા ગરીબોના બેલી કાર્યક્રમમાં સો ટકા રસીકરણ કરાયેલ સરપંચોનું સન્માન કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અરવલ્લી જીલ્લાના ૮ સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. જેમાં ‘ગરીબોની બેલી’ પ્રજા કલ્યાણના વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. જેમાં ઉજ્જવલા-૦૨ યોજના અન્વયે મહિલાઓને ગેસ કનેક્શન, તેમજ કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને બાળ સહાય યોજના અન્વયે સહાયનું વિતરણ અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અન્વયે પોતાના ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કરાવનાર સરપંચઓનું સન્માન કરવામાં આવશે.

જેમાં મોડાસા નગરપાલિકાનો કાર્યક્રમ ભામાશા હોલ ખાતે યોજાશે જેમાં જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટિયા ઉપસ્થિત રહેશે. બાયડ પાલિકાનો કાર્યક્રમ બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે, મોડાસા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ટીંટોઇની પી.એમ.કોઠારી હાઇસ્કૂલ ખાતે, બાયડના ડેમોઈ ગ્રામ પંચાયત હોલ ખાતે, ધનસુરાના જે.એસ.મહેતા સાંસ્કૃતિક હોલ ખાતે, માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના કોમ્યુનીટી હોલ ખાતે, મેઘરજની પી.સી.એન. હાઇસ્કૂલ ખાતે તથા ભિલોડાના પ્રેરણા હાઇસ્કૂલ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...