સહાય:રાજ્ય મંડપ ડેકોરેટર્સ પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો 10 લાખ સુધી સહાય કરાશે

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં રાજ્ય મંડપ ડેકોરેશન એસો.નો સમારંભ યોજાયો - Divya Bhaskar
મોડાસામાં રાજ્ય મંડપ ડેકોરેશન એસો.નો સમારંભ યોજાયો
  • રાજ્ય મંડપ ડેકોરેટર્સ એસો.એ મોડાસામાં પરિવાર સુરક્ષા કવચ વીમા યોજના લોન્ચ કરી

કોરોનાને ધ્યાનમાં રાખીને રાજ્ય મંડપ ડેકોરેટર્સ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો માટે ગુજરાત મંડપ ડેકોરેટર્સ એસો.દ્વારા પરિવાર સુરક્ષા વીમા કવચ યોજના મોડાસામાં મળેલા સમારંભમાં લોન્ચ કરી હતી. આ યોજનામાં રાજ્ય મંડપ ડેકોરેટર્સ પરિવારના સભ્યનું કોઇ પણ રીતે મૃત્યુ થાય તો રૂ.10 લાખ સુધીની સહાયની જાહેરાત કરાઇ હતી.

અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેટર્સ એસો. દ્વારા રવિવારે મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટમાં ડેકોરેટર્સના સભ્યોનો સમારંભ યોજાયો હતો. જેમાં ગુજરાત મંડપ એસો. દ્વારા પરિવાર સુરક્ષા કવચ ( PSK ) યોજના ખુલ્લી મૂકાઇ હતી. ગુજરાત મંડપ એસો.ના પ્રમુખ જગદીશભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઇ અમીન, ખજાનચી ભીખાભાઈ જયસ્વાલ, અમદાવાદના પ્રમુખ ભરતભાઈ પંડ્યા, પંચમહાલ જિલ્લાના પ્રમુખ કેતનભાઈ ગાંધી, સાબરકાંઠા જિલ્લા મંડપ એસો.પ્રમુખ અશોકભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી જિલ્લાના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, મંત્રી ગૌરાંગભાઈ શાહ, ખજાનચી દિલીપભાઈ ભાવસાર હાજર હતા. જેમાં ગુજરાત મંડપ એસો.નો સભ્ય કોઈપણ રીતે મૃત્યુ પામે તો તેના પરિવારને 10 લાખ સુધીની સહાય કરાશેની જાહેરાત કરાઇ હતી. અરવલ્લી જિલ્લામાં બીજી બે વર્ષની ટર્મ માટે ફરીથી પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ રાઠોડ, માલપુર, મંત્રી તરીકે વિપુલભાઈ ત્રિવેદી, ખજાનચી તરીકે દિલીપભાઈ ભાવસારની નિમણૂંક કરતાં અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...