તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો કિમીયો:મોડાસાના ફૂટા પાસેથી સ્કૂલ બેગમાંથી 47હજારના દારૂ સાથે બે કિશોરો ઝબ્બે

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂની હેરાફેરી કરવા બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો

બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી માટે નવો કિમીયો અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું છે. અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઇ અને સ્ટાફે બાતમી આધારે મોડાસાના ફૂટા પાસેથી સ્કૂલ બેગમાં ભરેલ રૂ.47625 ના વિદેશી દારૂ સાથે બે કિશોરોને ઝડપ્યા હતા.

એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને સ્ટાફના માણસો ગેરકાયદે પ્રવૃત્તિની અંકુશમાં લેવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બે શખ્સો ટુ વ્હીલર પર દારુ લઈને આવતા હોવાથી ફૂટા પાસે નાકાબંધી કરી મોપેડ ચાલકને ઉભા રાખી તપાસ કરતાં સ્કૂલ બેગમાંથી અલગ અલગ દારૂ બોટલો નં.141 કિં. રૂ.47625 તથા નંબર વગરનુ મોપેડ કિં. રૂ.30000 તથા ત્રણ મોબાઇલ કિં. રૂ.4000 મળી કુલ રૂ.81625 ના મુદ્દામાલ સાથે બે કિશોરોને ઝડપી પાડ્યા હતા. કાયદાના સંઘર્ષમાં આવેલા બંને કિશોરોનીપોલીસે પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...