કાર્યવાહી:લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુનામાં ફરાર બે સગાભાઇઓ ઝબ્બે

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજના ઢેમડાના બે ભાઇઓ ફરાર હતા
  • રાજસ્થાનના રમાડની સીમમાંથી દબોચ્યા

અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે જમીન પચાવી પાડવા પ્રતિબંધક ધારા હેઠળના ગુનામાં નાસતા ફરતા મેઘરજના ઢેમડાનાબે સગાભાઈઓને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલા રમાડની સીમમાંથી ઝડપ્યા હતા.પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ કે.એસ સિસોદિયા મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન એએસઆઇ કાંતિભાઈ નગાભાઈને બાતમી મળી હતી કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધક ધારા હેઠળ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ મેઘરજના ઢેમડાના બે સગાભાઈઓ નાસતા ફરતા હોવાની માહિતીના આધારે પોલીસે રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલા રમાડ ગામની સીમમાં નીલકંઠ મહાદેવ રોડ ઉપરથી નાસતા ફરતા આરોપી ગૌતમ હાજાભાઇ ઉર્ફે સાજા ભાઈ કોટક અને નટુભાઈ હાજાભાઇ કોટક પોલીસને જોઇને દોડવા લાગ્યા હતા. પરંતુ પોલીસે કોર્ડન કરીને બંનેને ઝડપી પાડી મેઘરજ પોલીસના હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...