કાર્યવાહી:વાંકાનેર પાસેથી દારૂ ભરેલી ઇકો સાથે બે શખ્સો ઝડપાયા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈકોના પાછળના ભાગે ગુપ્તખાના દારૂ સંતાડ્યો હતો

ભિલોડા પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈકો સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઈકોનાપાછળના ભાગે ગુપ્તખાનમાં સંતાડેલો રૂપિયા 31780નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.જી વસાવા તાલુકાના વાંકાનેર પાસે વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી ઈકો ગાડી નંબર જીજે 01 આર.કે 8218ને અટકાવવાની કોશિશ કરતાં ચાલકે ગાડીને ગાંભોઈ રોડ ઉપર ભગાડી મુકી હતી.

પોલીસે પીછો કરી ઈકોચાલક સહિત બે શખ્સોને ઝડપી ઈકોની તલાશી લેતાં પાછળના ભાગે બનાવેલા ગુપ્તખાનામાં સંતાડેલો રૂ.31780નો વિદેશી દારૂની નાની-મોટી 178 બોટલ મળી આવતાં પોલીસે આરોપી મનોજકુમાર નાથાલાલ કલાલ રહે બરોઠી, વીંછીવાડા રાજસ્થાન અને વિજેશકુમાર દિનેશભાઈ ગાંટીયા રહે.તેલૈયા,વીંછીવાડા રાજસ્થાન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...