હુમલો:લીંભોઈ પાસે બાઇકસવાર બે શખ્સો પર લાકડી વડે હુમલો

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા શખ્સ સહિત 4 સામે ફરિયાદ

મોડાસાના લીંભોઈની સીમમાંથી બાઇક પર પસાર થતા શામપુરના બે લોકો ઉપર મોડી સાંજે અજાણ્યા સહિત ચાર શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

મોડાસાના શામપુરમાં રહેતા મુકેશસિંહ ચૌહાણ અને રાકેશસિંહ બંને મોડાસા થી બાઇક ઉપર ઘરે જવા પરત ફરી રહ્યા હતા. દરમિયાન મોડાસા હિંમતનગર હાઇવે ઉપર આવેલા લીંભોઈની સીમમાં ગરનાળા પાસે ઉભેલા શખ્સોએ તેમને અટકાવીને તેઓ કંઈ સમજે તે પહેલાં લાકડી વડે મારી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મુકેશસિંહ વક્તુસિંહ ચૌહાણે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશભાઈ દેવકરણભાઈ પટેલ રહે ગઢડા તા. મોડાસા અને ધનરાજ રહે. રાજેન્દ્રનગર ચોકડી, વિશાલભાઈ ચંદુભાઈ વ્યાસ રહે શામપુર તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સહિત પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...