અટકાયત:લગ્ન પ્રસંગે મહેફિલ માટે દારૂ લઈ આવતા મોડાસાના બે નબીરા ઝબ્બે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા રૂરલ પોલીસે મોંઘીદાટ વિદેશી દારૂ અને બિયરનો 38,800 અને કાર સહિત કુલ 5.38 લાખની મત્તા જપ્ત કરી

મોડાસામાં લગ્નમાં મહેફિલ માણવા માટે રાજસ્થાનથી કારમાં લવાતો રૂ.38,800 વિદેશી દારૂનો જથ્થો રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે મોડાસાના બે નબીરાઓને જેલ હવાલે કરીને આગળની તપાસ હાથ ધરી છે. મોડાસા રૂરલ પોલીસે કાર સહિત 5.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હતી.

મોડાસા રૂરલ પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાની રતનપુર બોર્ડર ઉપરના ઠેકા ઉપર થી સફેદ કલરની કાર નંબર gj 31 a 9804 માં બે શખ્સો વિદેશી દારૂ લઈને શામળાજી તરફથી મોડાસા આવવાના હોવાની માહિતીના આધારે પોલીસે મોડાસા-શામળાજી હાઈવે ઉપર જીવણપુર પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન ઉપરોક્ત ગાડી ઠક્કર પેટ્રોલપંપ પાસેથી પસાર થતાં પોલીસે ગાડી અટકાવીને તેની તલાશી લેતાં ગાડીમાં પાછળની સીટમાં ગેરકાયદે રાખવામાં આવેલી રૂ.38800 ની મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ અને બિયર સહિત કુલ નંગ 27 મળી હતી. પોલીસે હર્ષિલભાઈ જયેશભાઈ શાહ રહે. ગોકુલનાથજી મંદિર મોડાસા અને વિશાલભાઈ નરેશભાઈ ગાંધી રહે. જૈન દેરાસર મોડાસા સામે ગુનો નોંધીને કાર સહિત કુલ રૂ.5,38,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...