કાર્યવાહી:મોડાસામાં પોશડોડાની હેરાફેરીમાં સંડોવાયેલા વધુ બે શખ્સ ઝડપાયા

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ શખ્સ 3.400 કિલો પોશડોડા સાથે પકડાયો હતો

મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાંથી બે દિવસ અગાઉ પોશડોડાના જથ્થો 3.400 કિલો પકડી રાજસ્થાનના આરોપીને મોડાસા ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ગુનાની વધુ તપાસ દરમ્યાન અરવલ્લી એલસીબીએ તપાસ હાથ ધરી વધુ બે આરોપીઓને ઝડપ્યા હતા.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાંથી તા-૧૦ ઓગસ્ટે પોશડોડાના જથ્થો 3.400 કિલો કિં.૫૮૫૦ સાથે રાજસ્થાનના રામચંદ્ર કસ્તુરાજી થોરી રહે-સાલમગઢ તા.જી પ્રતાપગઢને ટાઉન પોલીસે ઝડપી લીધો હતો.

આ ગુનાની વધુ તપાસ સી.પી.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર તથા એલ.સી.બીએ સંભાળી તપાસ કરી પોશડોડાનો જથ્થો મંગાવનાર બોડાભાઇ દેવાભાઇ ભરવાડ રહે-નાંદોજ તા-ભિલોડા, તથા પોશડોડાના જથ્થો આપનાર શાંતિલાલ રૂપાજી મીણા રહે-પડુલી તા-અરણોદ જિ.પ્રતાપગઢ રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઝડપાયેલા ત્રણે તેમજ આરોપીઓના રિમાન્ડ લઇ કાર્યવાહી હાથ ધરી છે.