ધરપકડ:ધનસુરા નજીકથી બે રીઢા પશુચોરો પકડાયા

મોડાસા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી એલસીબીએ બે આરોપીઓ સાથે પીકપ ડાલુ કબજે કર્યુ હતું. - Divya Bhaskar
અરવલ્લી એલસીબીએ બે આરોપીઓ સાથે પીકપ ડાલુ કબજે કર્યુ હતું.
 • બે શખ્સો ડાલા સાથે અરવલ્લી એલસીબીએ ઝડપી પાડતાં ઢોર ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયો
 • પોલીસે ​​​​​​​બંનેની સરભરા કરતાં બાયડ અને ધનસુરા તાલુકામાંથી 7 ભેંસો અને 1 પાડી ચોર્યાની કબૂલાત કરી

અરવલ્લી જિલ્લા એલસીબીએ રાત્રે પશુઓની ચોરી કરવા આવેલા પંચમહાલ અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે શખ્સોને ધનસુરા પાસેથી ડાલા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંન્નેની આગતા સ્વાગતાં કરતાં તેમણે અન્ય સહ આરોપી સાથે મળી બાયડ અને ધનસુરા તાલુકામાંથી 3.20 લાખની 8 ભેંસો અને 1 પાડીની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે બન્નેને જેલ હવાલે કરી ઉપરોક્ત ચોરીના ગુનામાં નાસતા ફરતાં રાજસ્થાનના બાડમેરના 3 અને મહારાષ્ટ્રના એક આરોપીની તપાસ હાથ ધરી છે.

જિલ્લા એલસીબી પશુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ધનસુરા વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં રહેતા બે શખ્સો પિકઅપ ડાલા નંબર જીજે 34 ટી 0032 લઈને ધનસુરા તરફ આવવાની માહિતીના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ કરતા બંનેએ અન્ય આરોપીઓ સાથે મળીને બાયડ અને ધનસુરા તાલુકામાંથી 7 ભેંસો અને 1 નાની પાડી સહિત રૂ. 3.20 લાખની પશુઓની ચોરી કર્યાની કબૂલાત કરતાં પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ મોબાઈલ અને પીકઅપ ડાલા સહિત રૂ. 4,11,220નો મુદ્દામાલ કબજે લઇ ઉપરોક્ત ચોરીના ગુનામાં વધુ ચાર આરોપીઓના નામ બહાર આવતાં તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ જગ્યાએ પશુ ચોરી કરી

 • બાયડના રડોદરા નજીકથી 90હજારની 2 ભેંસો
 • બાયડના કસ્બા વિસ્તારમાંથી 2 ભેંસો તથા 1 પાડી રૂ.8000
 • ધનસુરાના બારડોલીમાંથી 1 ભેંસ રૂ. 60,000
 • ધનસુરા પાસે તબેલા નજીકથી 2 ભેંસો રૂ. 90000

ઝડપાયેલા બે આરોપીઓ

 • ડાલા ચાલક ચાલક સુનિલભાઈ લક્ષ્મણભાઈ રાઠવા,29 રહે. સામાદ્રા તા. બોડેલી જિ.છોટાઉદેપુર
 • બરકત ખાન કરીમ ખાન મુસલમાન રહે. આંટા સિંન્યાની જિ.બાડમેર રાજસ્થાન હાલ રહે. રાજગઢ તા. ઘોઘંબા જિ.પંચમહાલ

વોન્ટેડ 4 આરોપીઓના નામ

 • નિઝામ ખાન હાજીગવર મુસલમાન
 • સદ્દામ હુસેન શાયર હુસેન મુસલમાન બંને રહે કચ્ચીબની ચોકી બસ્તી દેરાસર જિ.બાડમેર રાજસ્થાન
 • હાસીમખાન કરીમખાન મુસલમાન રહે. આંટા સિંન્યાની જિ.બાડમેર રાજસ્થાન હાલ રહે રાજગઢ ઘોઘંબા જિ. પંચમહાલ
 • ​​​​​​​હાસીમ નામનો શખ્સ રહે. મહારાષ્ટ્ર
અન્ય સમાચારો પણ છે...