તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Two Families Quarrel Over Construction Issue, Two Teeth Of Elderly Man Knocked Out, Woman In Tintoi, Modasa Files Complaint Against Four

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બાંધકામ કરવાના મુદ્દે બે પરિવારો ઝઘડતા વૃદ્ધના બે દાંત પાડી નાખ્યા, મોડાસાના ટીંટોઈમાં મહિલાએ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયતની ખુલ્લી જમીનના પ્રશ્ને છેલ્લા કેટલાય સમયથી કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં બાંધકામ શરૂ કરી દેતાં મારામારી

મોડાસાના ટીંટોઈમાં ખુલ્લી જમીનમાં માલિકીના પ્રશ્ને છેલ્લા કેટલાય સમયથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં આ જમીન પર બાંધકામ શરૂ કરાવતા બે પટેલ પરિવારો વચ્ચે કજિયો થતાં વૃદ્ધના ઝડબાના ભાગે મૂક્કો મારી બે દાંત પાડી નાખતાં મહિલાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 4 સામે ફરિયાદ નોંધાવી છે.

ટીંટોઈમાં ધવલભાઇ મનુભાઈ પટેલ તેમના ઘર સામે આવેલ ખુલ્લી જમીનમાં મજૂરો પાસે બાંધકામ શરૂ કરતાં તેના પડોશમાં આવેલા પટેલ પરિવારે ત્યાં આગળ બાંધકામ ન કરવા તેમજ ગ્રામજનો પણ આ જગ્યા પર બાંધકામ ન કરવા જણાવ્યું હોવા છતાં બાંધકામ શરૂ કરવાનું ના કહેતા કેશાભાઈ કચરાભાઈ પટેલ (79) ઉપર ધવલભાઇ મનુભાઈ પટેલ ઉશ્કેરાઈ જઈ તેમને મોઢાના ભાગે મૂક્કો મારીને બે દાંત પાડી નાખીને તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઝઘડામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને લોહીલુહાણ હાલતમાં મોડાસા સારવાર માટે ખસેડ્યા હતા. મધુબેન કેશાભાઈ પટેલે ધવલભાઇ મનુભાઈ પટેલ, ભરતભાઈ મનુભાઈ પટેલ, ભાવેશભાઈ ભાલચંદભાઈ પટેલ અને મનુભાઈ વિરસંગભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો